મને ગમે
રોજ સવારે ઊગતો ને આથમતો સૂરજ
ખીલતી ઉષા ને ઢળતી સંધ્યાના રંગો
મને ગમે...................
વાડે,ઝાડે ને વગડેથી સંભળાતા પંખીના સૂર
માળેથી સંભળાતા બચ્ચાના ઝીણા મીઠા સૂર
મને ગમે..................
ખિલખિલાટ હસતા ને રમતા
નટખટ નખરાળા નાનેરા બાળ!
મને બહુ ગમે...........
નાનેરા બાળકોની કાલી ઘેલી ભાષા
બોલે તે મીઠડુ ને,તેમાં મલકાતો જાણે કાન
મને બહુ ગમે............
નાની કળીઓ ને ખીલતા સુંદર ફૂલ
પ્રસરાવતો પુષ્પોની ફોરમ એ મધૂર વાયુ
મને બહુ ગમે...........
ભારતમાં બોલાતી રાષ્ટ્રભાષા હિન્દી
ને ગરવી ગુજરાતની ગુજરાતી બોલી!
મને બહુ ગમે.............
રણની ઠંડી રેત ને દરિયાના ઊછળતા મોજા
નદીઓના નીરા ને ખળખળતા ઝરણાંના સૂર
મને ગમે...................
ઉતરે હિમાલય ને દક્ષિણે ઘૂઘવતો દરિયો
પૂર્વે ગાઢ જંગલોને પશ્ચિમે સાવજની ગર્જના
મને ગમે...................
જય શ્રી કૃષ્ણ:" પુષ્પ"