આવી ચકલીઓ
આવી ગઈ સૌના આંગણે ચકલીઓ,
આવીને જુના માળા તપાસતી ચકલીઓ!..
ખાલી કરે જુના માળા એ જાતે,
લાવે તણખલાં ને નવા માળા બનાવે!...
તારની તણીએ સૂકાતા કપડામાં ઝાંખે,
માળો બાંધવાને એ તણખલા લાવે!...
હાઉ જો હું ઘરમાં તો પાછળ એ આવે,
આવીને ઘરમાં મીઠા સૂરે એ ગાવે!.....
આંગણામાં આવીને બોલતી ચકલીઓ,
શિકારી પક્ષીને જોઇ, કેવો સોર મચાવ!....
નાચતી,કૂદતી મને ગમતી ચકલીઓ,
આવે નજીક ને જાણે વાત કરતી લાગે ચકલીઓ!.
જય શ્રી કૃષ્ણ " પુષ્પ"