આ આંસુ પણ શબનમ બની ઉડી ઉંચે દુર જાશે,
બસ કોઈ સુર્યના તેજનું આગમન જીવનમાં થાશે.
રાહ જોઈ એકાંતની ઘડીઓ ગણી ગણીને થાક્યાં મનડાં,
કોઈ એક હાથ પર હાથ આવશે હાશ પામશે ત્યારે મનડાં.
પરોઢિયે ખેતર શેઢે એકલા પગની છાપ હળવી ઉપસી આવે,
કોઈ ટાઢક દેતાં સાદ પગલાંની પગરવ માં પગ મુકતી આવે.
મનની ઝંખનાને ઝંઝોડતી કોઈ પવનની લહેરખી સમીપે આવશે,
થાશે ઘડીકમાં નવપલ્લવિત મન લહેર કિનારો સ્પર્શવા આવે.