મારી જેમ એકલા રડ્યા હોય તો કહેજો મને
એકાંત માં જીવ ને મળ્યા હોય તો કહેજો મને
કહેતા હો છો બધા ને બહુ હિંમત છે મારામાં
ક્યારે ખુદ સાથે લડ્યા હોય તો કહેજો મને
ઉમંગ થી દોડ્યા હતા જે મંજિલ ને કાજ
વચ્ચે થી પાછા વળ્યા હોય તો કહેજો મને
પ્રેમ નો સ્પર્શ સમજાવું શી રીતે તમને..?
મમતા નો પરપોટો અડ્યા હોય તો કહેજો મને
મળ્યા છે મિત્રો દુશ્મન ને માત આપે એવા
તમને પણ કોઈ મળ્યા હોય તો કહેજો મને
જીવ્યો છું સાદગી થી નમી ને સૌ ને "જલ"
છતાં કોઈ ને નડ્યા હોય તો કહેજો મને
જયેશ ગાંધી..(જલ) 06-01-25