દ્વારકાધીશના નામે ઓળખાતી પુરી દ્વારિકા.
કણેકણમાં કૃષ્ણને જે સમાવતી પુરી દ્વારિકા.
બાવનગજની ધજાધારી કાળિયો ઠાકર વસે,
જનેજનના માનસને હરખાવતી પુરી દ્વારિકા.
સાગરકિનારે શ્વસુર ગામે સ્થાન શ્રીપતિ તણાં,
સૌથી સવાઈ જાણે એ ગણાતી પુરી દ્વારિકા.
ઊમટતો માનવ મહેરામણ દર્શન કાજે સર્વદા,
ભક્તોના અંતરને રખેને ખેંચતી પુરી દ્વારિકા.
એકલો અટૂલો અડીખમ ઊભો રાહ જોઈને,
ના રાધા, ના રૂક્ષ્મણી શોભાવતી પુરી દ્વારિકા.
શતકોટિ વંદન પાવનભૂમિ પ્રભુ તણી અવલોકી,
કૃષ્ણાવતારનો અતીત સ્મરાવતી પુરી દ્વારિકા.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.