પૈસા કમાવવા માટે આપણે સૌએ
શું કરવું જોઈએ ? આ પ્રશ્નને આપણે
જેટલું મહત્વ આપીએ છીએ, એનાથી
પણ વધારે મહત્ત્વ આપવાની જરૂર પડે,
એવો બીજો પણ એક મહત્વનો પ્રશ્ન છે,
કે જેનાં વિશે તો આપણે કંઈ
વિચારતા જ નથી, ને એટલેજ...
એટલે જ પૈસો મેળવી લીધાં પછી પણ,
આપણને આપણા જીવનમાં સાચો
સંતોષ, આનંદ કે પછી એમ કહીએ ને
કે જીવવાની એટલી મજા નથી આવતી,
એ પ્રશ્ન એટલે, કે એકવાર પૈસો કમાઈ લીધાં પછી, મારે શું કરવું છે ? પછી હું મારા જીવનમાં શું "ખાસ" કરવા માંગુ છું.