ફાટેલું ઢાંકવાથી જીવનમાં
કોઈ જ ફર્ક નહીં પડે,
એના માટે તો
ફાટેલું સાંધતા શીખવું પડશે
બાકી તો કુંડળીના બધાં ગ્રહો
ભલે ગમે તેટલાં પાવરફુલ હશે,
પરંતુ એ બધાંય ગ્રહો,
પ્રગતિ પથ પર તો,
પાછા જ પડશે, ને અંતે...
અંતે જીવનના ઉત્તરાર્ધમાં,
એકમાત્ર નિરાશા જ મળશે.