મારા જીવનની શોધ તું છે,
ક્યાંક પરિસ્થિતિ રૂપી પરીક્ષાઓ માં મારી મદદ કરી ,
પોતાની ઝલક બતાવી જતો રહે છે,
અને એ ઝલકથી મારી શોધની ભૂખ વધારતો રહે છે,
અદ્રશ્ય હોવા છતાં પોતાની લીલાઓ રચાવતો રહે છે,
એમની વિસ્મૃતિ આવતાજ જાણે એક વાછરડું એની માં થી અલગ પડી ગયું હોય એવો અહેસાસ થાય છે,
ક્યારેક તો લાગે જાણે જીવનનો સાર એટલે મારો ભરોસો એમની પર અને નજર એમની મારી પર.
-madhu