પર્ણો પણ બોલે, ને ફૂલો પણ બોલે...
પ્રેમ થી બેસો જો પ્રકૃતિ નાં ખોળે,તો એ પણ બોલશે
લાગણીઓ નું ભૂખ્યું છે આ જગત આખું....
વરસી પડશે એ અનરાધાર, જરા હુંફ જો આપો તો
ખોલી દેશે એ હૃદય પોતાનું,એક મોકો તો આપો...
પણ હૃદય સ્પર્શવા બીજાનું, પેલાં પોતાનું ખોલવું પડે...!!!
- આશા વળિયા