....અસર છે
શું આ ખુશનુમા મોસમની અસર છે?
કે યાદોમાં વસતા સનમની અસર છે.
ગઝલ વાંચતાં મિત્રએ એટલું જ કહ્યું,
કે લાગે છે કોઈ જૂના ગમની અસર છે.
આંખોની લાલાશનું કારણ ના પૂછશો,
બીયર, બ્રાન્ડી ન કોઈ રમની અસર છે.
એક દીપ સળગતો રહ્યો સતત મઝારે,
બીજું કાંઈ નહીં ખરા પ્રેમની અસર છે.
સાબૂત છે ધડકન આ હૃદયની "વ્યોમ"
પ્રણયમાં આપેલી કસમની અસર છે.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.