આ જનમ ના મળ્યા તો વ્હાલા આવતે ભવે મને ભાળજો.
તડપાવી તડપાવીને મારી નાખી આવતાં પળ મોડું ના કરજો.
સુખ અને દુઃખ તો કરમમાં લખેલાં મે ભોગવ્યાં છે વ્હાલા!
તારા વગરની જિંદગીમાં મારે મન શું સુખ કે દુઃખ કાન્હા?
પિયરમાં ના પોતાનું ના સાસરે ના મારું હું રડું કોને ખોળે?
દુઃખમાં દીધી મને દાદાજીએ,દાદીએ ના ગણી દહાડે ધોળે !
એક દુખિયારી હું ગરીબડી જીવું કોને સહારે દિન દહાડે?
પાગલ બની ફરું હું એકલી ચિંથરું દેવા આવ ગામ સીમાડે.
- વાત્સલ્ય