જેમ એકધારો "ઉજાશ" માણસને આંધળો કરી દે છે તેમ એકધારૂ "અંધારું" પણ માણસને આંધળો બનાવી દે છે.
દિવસરાત સમજીને ઈશ્વરે આપ્યા છે રાતની ચાંદની પણ માણી શકે મનુષ્ય અને દિવસની મહેકતી રોશની પણ..
એવી જ રીતે સુખદુઃખ એ સિક્કાની બે બાજુ છે.. જેને સુખનો સ્વીકાર કર્યો તેને દુઃખનો પણ કરવો જ પળે છે..
આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય જે એકધારો ખુશ રહેતો હશે બધા વાતો મોટી મોટી કરશે મોટા મોટા વક્તાઓ અને લેખકો ઘરે જઈ ને જોશો તો એ પણ પોતાની life થી depress છે કંટાળેલા છે પોતે પણ દુઃખી જ છે બધે આવું જ છે... પણ ઈચ્છાઓ નો ત્યાગ સંભવ થાય તો દુઃખ થોડું હળવું બને..
બધા દરવાજા બંધ કરી ઈશ્વર એક દરવાજો ખુલો રાખે છે આપણા માટે ક્યારેક.. માણસને સમજાતું ના હોય છે કે પોતે કંઈ દિશામાં જવા માંગે છે પણ જો ઈશ્વરની કૃપા હશે તો ઘણી મુશ્કેલીઓ અને દુઃખ આપી તમને એક રસ્તો બતાવશે જે તમારા માટે યોગ્ય હશે... આધ્યાત્મિક પથ એવું કહે છે કે જ્યારે "બધું મૂકી દયો" ત્યારે ઉપરથી કંઈક વરસે છે.. જે વસ્તુનો મોહ મૂકી દયો આશક્તિ તળી જાય તેની ઈચ્છા જ ના રહે ત્યારે કૃપા વરશે છે. કર્તવ્ય કર્મ કરતા હોય ત્યારે આપોઆપ ઈશ્વર બધું આપે છે.. સમતોલ અને પરિવર્તન જીવન માટે જરૂરી છે.