हर कदम पर उधर मुड़ के देखा
उनकी महफ़िल से हम उठतो आये।
(आज सोचा तो आंसू भर आये...2)
मुद्दते हो गयी मुस्कुराये हुए...
હું કોઈ પણ વાત ની શરૂઆત માં જુના ગીત ની લાઇન્સ થી શુ કામ કરૂં છું ખબર?
કેમ કે એ લાઇન મારા વિચારને કેટલી સરળતા થી બે લીટીમાં લખી દીધી છે જેને આપણે ફકત એક ગીત કહીને આપડા પ્લેલિસ્ટ માં મૂકી દીધું છે.
પણ ખરેખર આ ગીતો કેટલા અદભુત છે ને એને લખવા વાળા લેખકો પણ જેના વિશે આપડે આપણને ખરેખર ખબર નથી હોતી. કેમ કે આપણને ગિત ગમ્યું એટલે બસ આપણે વધુ કાઈ વિચારતા નથી પણ એ એક ગીત ના ફક્ત બે પેરેગ્રાફ લખવા વાળા એ એમાં કેટલું અદભુત લખી નાખ્યું છે એનું કોઈ ને ભાન જ નથી ને તમારા બધા સાથે એમાં હું ખુદ ને પણ મુકું છું.
ઉપર ના ગીત માં પણ ખરેખર એવું જ છે આ ગીત તમે સાંભળશો ને હવે તો શબ્દો ઉપર ધ્યાન આપજો. કેટલું સુંદર વ્યથા દર્શાવી છે. ને જ્યારે આવા શબ્દો ને મદન સાહેબ નું ઉત્તમ સંગીત ને લતા મંગેશકર નો અવાજ મળે ને એટલે જ એ ગીત અમર થઈ જાય છે ને એટલે જ આપણે એને ગોલ્ડન એરા કહીયે છીએ. વધારે શુ કહું.
બસ આ ગીત સાંભળો ને જેટલા આ પોસ્ટ જોયા પછી આ ગીત સાંભળો ને એ લોકો નીચે કહી દેજો જેથી મને ખબર પડે કે કેટલા આયા ખરેખર કલા ના કદરદાન છે.
કેમ કે વ્યક્તિ જો બીજા ની કલાનો કદરદાન નથી તો હું માનું છું કે એની કલા પણ કાળના ચક્ર માં આવેલી છે જેનું કોઈ મહત્વ નથી. તો..
#બાકીતમારુશુકેવુછેભાઈબંધ .