પથીક તું ચેતજે,
પથના સહારા પણ દગો દેશે;
ધરીને રૂપ મંઝિલનું,
ઉતારા પણ દગો દેશે.
મને મજબૂર ના કરશો,
નહીં વિશ્વાસ હું લાવું;
અમારાના અનુભવ છે,
તમારા પણ દગો દેશે.
હું જાણું છું છતાં,
નિશદિન લૂંટાવા જાઉં છું ’નાઝિર’
શિકાયત ક્યાં રહી કે,
આ લૂંટારા પણ દગો દેશે.
✍ નાઝીર દેખૈયા