हम कहाँ के दाना थे किस हुनर में यकता थे
बे-सबब हुआ 'ग़ालिब' दुश्मन आसमाँ अपना
-मिर्ज़ा असदुल्लाह खान (ग़ालिब)
આમ તો ક્યારેય ક્યારેય મને લાગે એવું કે સાચું જો સારું જ હોઈ તો પછી એમાં કડવા પરિણામો શુ કામ આવે છે.
મતલબ હું મુક્ત વિચાર વ્યક્ત કરનારો એક માણસ છું હું લખું છું મારી વાત ને મુક્ત પણ તમે બધા વાંચો છો. પણ હું જે લખું છું એ જ વસ્તુ મને ફિલ થાય છે .
હું બાહ્ય આડંબર ને પામવા કાઈ લખતો નથી. મને એવી કોઈ અપેક્ષા પણ નથી કે મને બધા વાંચે . કેમ કે વાંચવું થોડું અઘરું છે. હું પણ બોવ વાંચતો નથી એટલે અપેક્ષા પણ નથી રાખતો પણ; મારું જે સચ છે એ મને શેર કરવું ગમે છે તો કરું છું.
જેમ કે મને ઘણા બધા પ્રશ્ર્નો એક અંતરાળે થાયા રાખે છે. જેમ કે આત્યંરે એક સવાલ થયો છે તો એ તમને બધા ને પૂછું છું જે વાંચે એ જવાબ આપવો હોઈ તો આપે. નો આપે તો પણ વાંચવા બદલ એનો આભાર.
તો સવાલ એવો થયો છે કે. આ જેટલા ગ્રંથો, મહાકવ્યો, ખંડકાવ્યો, કે જેટલા પૌરાણિક લેખો લખાયા છે. ને બધા જ્ઞાનીઓ એવું પણ કે છે કે ગીતા વાંચો એટલે બધું એમાં આવી જાય તો જો ગીતા એક જ લખી હોત તો?
ભગવાન એવું કે છે કે મેં જાત પાત નથી પડ્યા ફક્ત એક ધર્મ બનાવ્યો. તો જો એમને જાત પાત નથી પડ્યા તો અલગ અલગ ગ્રંથો કે મહાકવ્યો કે ખંડકાવ્યો. કે આ બધા પૌરાણિક પુસ્તકો ની જરૂર શુ કામ પડી. એક જ ગીતા આપી દીધી હોત તો પણ એમને જે ધર્મ આપવો હતો એ આપી દીધો હોત. અલગ અલગ પુસ્તકો આપવાની જરૂર શુ હતી.
*નોંધ:- મને ચર્ચા ગમશે. તો જવાબ ના જવાબ માં સવાલ મળે તો ચીડતા નય. ને ચર્ચા ના ગમતી હોઈ તો જવાબ પણ ના આપતા. ધન્યવાદ?