question Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

question bites

યક્ષના સવાલ અને યુધિષ્ઠિરના જવાબ.

(૧)
ઉઘાડી આંખે કોણ ઊંઘે છે?
જન્મ્યા પછી હાલે ચાલે નહીં એવું કોણ છે?
પોતાની ગતિને કારણે કોના કદમાં વધારો થાય છે?

યુધિષ્ઠિર:
માછલીઓ ઉઘાડી આંખે ઊંઘે છે.
ઈંડાં જન્મે પછી હાલતાં ચાલતાં નથી.
પોતાની ગતિથી નદીના કદમાં વધારો થાય છે.

(૨)
પૃથ્વી કરતાં મોટું કોણ?
આકાશ કરતાં ઊંચું કોણ?
વાયુ કરતા ગતિશીલ કોણ?
ઘાસ કરતાં બાળવામાં ચડે એવું શું?

યુધિષ્ઠિર:
પૃથ્વી કરતાં માતા મોટી.
આકાશ કરતાં પિતા મોટા.
વાયુ કરતાં ગતિશીલ છે મન.
ઘાસથી બાળવામાં ચડે એવી છે ચિંતા.

(૩)
પ્રવાસીનો મિત્ર કોણ?
સંસારીનો મિત્ર કોણ?
રોગીનો મિત્ર કોણ?
મરણ પથારીએ હોય એનો મિત્ર કોણ?

યુધિષ્ઠિરઃ
પ્રવાસીનો મિત્ર સાથી પ્રવાસી.
સંસારીનો મિત્ર તેની પત્ની.
રોગીનો મિત્ર વૈદ્ય,
મૃત્યુશૈયાએ પડેલાનો મિત્ર દાન.

(૪)
ધન કમાવાના પ્રકારમાં કયો પ્રકાર શ્રેષ્ઠ?
ધનમાં શ્રેષ્ઠ ધન કયું?
લાભમાં સારો લાભ કયો?
બધી જાતના સુખમાં સારું સુખ કયું?

યુધિષ્ઠિરઃ
ધન કમાવા માટે કુશળતા એ શ્રેષ્ઠ પ્રકાર.
તમામ પ્રકારના ધનમાં શ્રેષ્ઠ ધન એટલે જ્ઞાન.
બધા પ્રકારના લાભમાં શ્રેષ્ઠ લાભ એ તંદુરસ્તી છે.
બધા પ્રકારના સુખમાં શ્રેષ્ઠ સુખ એટલે અંતરમાંથી નીપજતું સુખ. 'જે માણસને માથે દેવું ન હોય અને જે માણસ સંપૂર્ણ સ્વતંત્ર હોય તે સુખી છે.

(૫)
પુરુષનું મૃત્યુ શાથી થાય છે?
રાજ્યનું મૃત્યુ શાથી થાય છે?

યુધિષ્ઠિરઃ
પુરુષ દરિદ્ર થાય એટલે એને મૃત્યુ પામેલો જાણવો.
રાજયનું મૃત્યુ અરાજકતાને કારણે થાય છે.

(૬)
કઈ વસ્તુનો ત્યાગ કરવાથી સુખ થાય છે?
કઈ વસ્તુનો ત્યાગ કરવાથી પસ્તાવો કરવો પડતો નથી?
શું ત્યાગ કરવાથી સુખી થવાય છે?

યુધિષ્ઠિરઃ
અહંકારનો ત્યાગ કરવાથી સુખ થાય છે.
ક્રોધનો ત્યાગ કરવાથી પસ્તાવો કરવામાંથી બચી જવાય છે. લોભનો ત્યાગ કરવાથી સુખી થવાય છે.

(૭)
જીતી ન શકાય એવો માણસનો શત્રુ કોણ?
જેનો અંત જ ન હોય એવો રોગ કયો?

યુધિષ્ઠિરઃ
ક્રોધે એ જીતી ન શકાય એવો માણસનો શત્રુ છે.
લોભ એ અંત વિનાનો રોગ છે.

(૮)
માણસ ઉપર શેનું આવરણ આવેલું છે?
કઈ વસ્તુને કારણે મનુષ્યત્વ પ્રકટી શક્તું નથી?
કયા કારણ છે કે જેને કારણે ઉન્નતિ થતી નથી?

યુધિષ્ઠિરઃ
માણસ ઉપર મોહનું આવરણ આવેલું છે.
તેમાં ગુણને કારણે મનુષ્યત્વ પ્રકટી શક્તું નથી.
કુસંગને લીધે લોકોની ઉન્નતિ થતી નથી.

(૯)
લજ્જા એટલે શું?

યુધિષ્ઠિરઃ
કુકર્મ કરતાં અટકવું એનું નામ લજ્જા.

(૧૦)
દયા એટલે શું?
જ્ઞાન એટલે શું?

યુધિષ્ઠિરઃ
સર્વના હિતેચ્છુ થવું એટલે દયા.
તત્ત્વનું જ્ઞાન એટલે જ જ્ઞાન.

(૧૧)
કયો ધર્મ શ્રેષ્ઠ છે?
કઈ વસ્તુના સંયમથી સંસારીને દુઃખ વેઠવું પડતું નથી?

યુધિષ્ઠિરઃ
અહિંસા એ શ્રેષ્ઠ ધર્મ છે.
મનના સંયમથી સંસારી દુઃખ વેઠવામાંથી બચી શકે છે.

#Question