આવતીકાલે પહેલી માર્ચથી..
પાંચમી નવલકથાનું પ્રથમ પ્રકરણ...
'જીસ્મ કે લાખો રંગ’
પાત્ર પરિચય...
આરુષી ઈનામદાર.
દેવ કામત.
વિક્રમ ઈનામદાર.
રોમીલા ચૌધરી.
કંચન અગરવાલ.
કામિની નામદેવ.
પ્રાણજીવન કામળે.
જીગર જાગીરદાર.
નીલિમા બક્ષી.
વાર્તાની વાત.
કેટલી વાત ? કેવી વાત ?
સૃષ્ટિમાં જેટલાં તન, મન અને ધન એટલી વાત. જેટલી દ્રષ્ટિ તેટલા દ્રષ્ટિકોણ અને જેટલાં દ્રષ્ટિકોણ તેટલા દ્રષ્ટાંત.
Everyone Have Eyes... But Few Have Vision.
બહુ ચવાયેલી અને પ્રચલિત વાત કરતાં કહું કે...
પાણીથી અડધા ભરેલાં ગ્લાસને બન્ને મિત્રોએ જોઇ, તેમના દ્રષ્ટિકોણથી તારણ કાઢતાં પહેલાં એ કહ્યું કે,
‘ગ્લાસ અડધો ભરેલો છે,’
અને બીજાએ કહ્યું કે,
‘ગ્લાસ અડધો ખાલી છે.’
બધાંએ સર્વસંમતિથી સ્વીકાર્યું કે બન્ને યોગ્ય અને સાચા છે. આમાં કોઈ ત્રીજા વિકલ્પને સ્થાન જ નથી.
પણ...ત્રીજો દ્રષ્ટિકોણ સામે આવ્યાં પછી એ વિકલ્પ પણ સૌને શીરાની જેમ આસાનીથી ગળે ઉતરી ગયો..
ત્રીજા દ્રષ્ટિકોણથી જોતાંએ સાબિત થયું કે..
અડધો ગલાસ હવાથી ભરેલો છે.
એટલે... ટૂંકમાં કહું તો.. મારી દ્રષ્ટીએ મારી પાંચમી લઘુનવલ કથા
‘જિસ્મ કે લાખો રંગ’
માં કંઈક આવી વાત છે...
પરપોટો ફૂટયાંના પીડાની વાત....
તરસ્યાં પરબની વાત....
મૃગજળના મોક્ષની વાત....
દરિયા સામે ઝાકળના જીતની વાત....
તરસ પર તરસ આવ્યાંની વાત....
ક્ષણભંગુર સ્નેહના સદીઓની વાત....
વસ્ત્રોને કનડતા તનની વાત....
નીલકંઠના ઝેરના સૌભાગ્યની વાત...
પળેપળ દેવ થતાં પ્રેમની વાત...
અમીરને ડંખતા ઝમીરની વાત...
આગ પ્રગટાવતા હૈયાં હોળીની વાત...
અંનત ચુપકીદી પછીની વાત...
સઘળું કહીને ન કહેવાની વાત...
માર્ચ મહિનામાં દરેક..
સોમવાર - બુધવાર - શુક્રવાર
સવારે ૧૦ વાગ્યે...
વાંચવાનું ચૂકશો નહીં. ફકત #Matrubharti પર.
આભાર...