--- ઘરનાં દરેક વ્યક્તિના જીવનનાં કેન્દ્રમાં પોતાને જોવા ટેવાયેલું બાળક બહાર ભણવા માટે કે રમવા માટે નીકળે ત્યારે પણ પોતાને જ સર્વોપરી ગણવું તેવી અપેક્ષા કરતું થાય છે અને મેં ઘણાં માતા-પિતાને એવું કરાવતાં પણ જોયા છે. એમનાં બાળકને યોગ્યતાને આધારે કોઈ ચેલેન્જ કરે એ બાળક કે માતા-પિતા કોઈનાથી સહજ ગ્રાહ્ય રહેતું નથી.
--- આધુનિક માતાઓના મતે શીરો, લાડુ, લાપસી વગેરે જેવી દેસી મીઠાઈઓ અસ્વાસ્થ્યપ્રદ છે કેમકે એમાં ઘી અને ગળપણ હોય છે! પણ, વિવિધ મીડિયાની અસર અને ખરા શિક્ષણની ગેરહાજરીમાં બાળક નાનપણથી જ ખાવા-પીવાની અયોગ્ય રીતભાતનો શિકાર બને છે.
--- પોતાનાં બાળકને કોઈ અજ્ઞાત હરીફાઈનો હિસ્સો માનતા માતા-પિતા, બાળકોની કાચી ઉંમરે જ ‘તૈયારી જીત કી’ માટે એમને સજ્જ કરવા લાગી પડે છે.
--- સતત જીતવા માટે જ પ્રેક્ટીસ કરાવી રહેલા માતા-પિતા, સતત જીતવું એ શક્ય જ નથી તેવું સમજી શકે તો જ બાળકોને પણ સમજાવી શકે એ સાચું કે નહીં? શાળાની પરીક્ષામાં ધાર્યા કરતાં બે-પાંચ માર્ક્સ ઓછા આવે એટલી નિષ્ફળતા સહન નહીં કરી શકતા માતા-પિતા, એમના બાળકોને જીવનની મોટી નિષ્ફળતાઓ પચાવતા ક્યાંથી અને કેવી રીતે શીખવી શકતા હશે એ વિચાર માગી લે છે.
--- અહીં કોઈને દોષી ઠેરવવાનો કે આજકાલ માતા-પિતા કશું કરતા જ નથી એમ કહેવાનો કોઈ ઉદ્દેશ્ય નથી. અહીં આપને વિચારતા કરવા એ મૂળ હેતુ છે કે બાળકોનો વ્યવહાર એ માતા-પિતાનાં વર્તનનો અરીસો છે એ ન્યાયે આપણે સુસજ્જ એટલે આપોઆપ જ બાળક પણ તૈયાર!
આપ પણ અહીં ઉપર લખેલા વિચારો કે પછી આવા અન્ય વિચારો સાથે સંકળાઈ શકો છો તો, આ લેખ આપને ચોક્કસ સ્પર્શી શકશે.. 👇👇👇
https://swatisjournal.com/guj-shu-aap-na-balko-tayyar-che
Kindly share your views n please don't forget to rate the article...✍️🙏⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
#parenting #parentingtips #parentgoals #BeingAParent #parents #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal