ગુલાબમાંથી ગુલાબ ઊધડે,ગુલાબને કોઈ ઝીલો જી ગુલાબ પ્રકટે ગીતને મુખડે ગુલાબને કોઈ ઝીલો જી ગુલાબનો છે રંગ ગુલાબી,ગુલાબનો છે ચહેરો નવાબી ગુલાબને કોઈ ઝીલો જી અનેક રંગના ઉમંગ છલકે ગુલાબને કોઈ ઝીલો જી,મનમાં માટી મહેકે મલકે ગુલાબને કોઈ ઝીલો જી ડાળી પર હોય ઝૂલતાં ઝૂલતા ગુલાબને કોઈ ઝીલો જી,ઝૂરતાં ખરતાં ને એ ખીલતાં ગુલાબને કોઈ ઝીલો જી,ગુલાબનો કોઈ અંત નથી રે ગુલાબને કોઈ ઝીલો જી,પાંદડીઓનો પંથ નથી રે ગુલાબને કોઈ ઝીલો જી"(ચિંતન.આર.ગોહેલ - "ગુલાબ")