ફટાકડા નો ભાગ પાડી ને ઝગડતા એ દિવાળી
ફોડતા બીક લાગે છતા હોશિયારી કરતા એ દિવાળી
ના ફૂટેલા ફટાકડા સવાર માં ગોતી ને ફોડતા એ દિવાળી
પગે લાગીને કોને પૈસા વધુ મલયા એનો હિસાબ કરતા એ દિવાળી
છુપાઇ ને બીજાના દિવા ઓલવતા એ દિવાળી
કોના ઘરે સારો મુખવાસ છે એ જઝમેંટ આપતા એ દિવાળી
નવા કપડા પેરીને ઠાઠ જમાવતા એ દિવાળી
તમને યાદ છે એ દિવાળી.......