જેને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી હોતી અને જેની સામે ઈમેજ ડાઉન થવાનો ભય નથી હોતો , જ્યા એક બીજા માટે કરાયેલી મદદ કે કામના સરવાળા ન થતા હોય , જેને કહી શકાય કે માથુ ખા મા આજે મૂડ નથી , જેની પાસે મોટેથી હસી રડી શકાય , જેના ખીસ્સામાં રહેલી પેન ગમી જાય અને આંચકી શકાય , આપણને ધરાઈને ખીજાઈ શકે , જે મનાવા માટે રીસાતા હોય , જેને અંગત બધુ કહી શકાય , જેની સામે ચહેરા પર પ્લાસ્ટિક ન પહેરવું પડે ,જે સાચા અર્થમાં સ્મશાનમાં હાજર રહે , તેવા થોડા માણસો જીવનમાં આપણને મળેલો બહુ મોટો "એવોર્ડ" કે "રીવોર્ડ" છે.......