રાવણે હિમાલય ઊંચો કયૉ હતો
પોતાની ભકિત ની તાકાત થી...
બાકી અભિમાન માં તો
અંગદ નો પગ પણ નહોતો હલાવી શકયો..!!!
દુનિયા માં રંગ ઘણા છે, પણ રંગોળી કે...
મેઘધનુષ થવું હોય તો એક થવુ પડે છે...
જિંદગી એ બીજું કઈ નથી,
એક વાક્ય છે...
કોઈ વાંચે- "આ તો રણ છે."
કોઈ વાંચે- "આ તોરણ છે."
બસ અભિગમ મહત્વનો છે...
જે મનથી મજબૂત હોય એને કોઈ ઝેર મારી ન શકે અને જે મનથી ભાંગેલા હોય એને કોઈ દવા બચાવી ન શકે.
"સમય " દરેક "સમય" ને બદલી નાખે છે...
ફક્ત "સમય" ને "સમય" આપો... _Rathod