મારી જ ચાહત તું;
ને મારી રાહત તું.
શું શું કરું હું હવે?
છે એક આદત તું.
ન ભૂલાય કદી ય;
એક એવી વાત તું.
મારો દિવસ તું જ;
મારી હર રાત તું.
છું હું તો એક અંત;
ને શુભ શરૂઆત તું.
ખુદા ય તું જ મારો;
ને મારી ઇબાદત તું.
આ ઢોંગી દુનિયામાં;
એક જ શરાફત તું.
પ્રભુએ મને આપેલ;
છે એક અમાનત તું.
મારી જન્મકુંડળીમાં;
ખુદાના દસ્તખત તું.
મારી હર મુશ્કેલીની;
બસ એક સવલત તું.
ખુદ સાથે કર્યા કરું હું;
એ મસ્ત મસલત તું.
હું ય રહ્યો ગુનેગાર;
ને મારી જમાનત તું.
કરજે તું ન્યાય મારો;
છે મારી અદાલત તું.
હું તો રહ