ચાલીસી પછીની મારી જિંદગી....
....તને સલામ છે....
...ઉંમરની ચાડી ખાતા ચશ્મા પણ લેટેસ્ટ ફ્રેમથી નવો લુક આપે છે...
...વાળની સફેદીથી હું નિરાશ નથી...બર્ગન્ડી કલરનો ટચ નવી આભા ઉપસાવે છે...
....હા, ડાર્કસર્કલ્સ થોડા ઘેરા થયા છે ..પણ એથી કાજળનો કૈક ઓર ઉઠાવ આવે છે...
....."જવાબદારીમાંથી નિવૃત્ત થયા પછી શું કરીશ?" આવું વિચારવાનો સમય જ તે ક્યાં આપ્યો?..
....સમજણ પણ પરિપક્વ થઈ છે. દ્રષ્ટિકોણે પણ જમાના સાથે તાલ મેળવ્યો છે...