તારી એ સમજ કે જેનો મારામાં અભાવ છે.બસ એજ તારો ને મારો અલગ સ્વભાવ છે. મને લાગણી,પ્રેમ , ખુલ્લા આકાશ મા કિલ્લોલ કરતા ઉડવું , એજ સાચો પ્રેમ અને જીવન નો લગાવ છે. તારે સ્ટેટસ, ગાડી બંગલા ને રુપિયા ખુશી ને આનંદ માપવા ના આધાર છે.મને ધોધમાર વરસાદ મા હાથપકડી રસ્તા પર ની એ નાની ચ્હા ની લારી પર હસતા શરમાતા એ ચ્હા ની ચુસકી ના અભરખાં , અને તને ફાઇવ સ્ટાર હોટલ ની ફોર્મલ પાર્ટીમાં કરોડો ની એ ક્ષણ ને બદલે લાખોના દેખાતા ફાયદા. . તારી એ સમજ કે જેનો મારામાં અભાવ છે, બસ એજ તારો ને મારો અલગ સ્વભાવ છે.