હું શાંત-સ્થિર વૃક્ષ, એ મારી લીલી વેલ,
મને બંધને બાંધી સાથે ચાલી મારી ઘેર,
હું શાંત-સ્થિર વૃક્ષ, એ મારી લીલી વેલ,
મારા જડ-મુળ,ફળ-ફુલની રાખતી પહેર,
હું શાંત-સ્થિર વૃક્ષ, એ મારી લીલી વેલ,
મને આલિંગન આપી એ વિટળાઈ રહે
હું શાંત-સ્થિર વૃક્ષ, એ મારી લીલી વેલ,
મારા ડાળરૂપી હાથ પકડી સદા સંગે રહે,
હું શાંત-સ્થિર વૃક્ષ, એ મારી લીલી વેલ,
ઉતાર-ચડાવરૂપી વાવાઝોડામાં રક્ષણે રહે,
હું શાંત-સ્થિર વૃક્ષ, એ મારી લીલી વેલ.
લિ. Butter Boy