નાસ્તિકની ડાયરી
એવુ કહેવામાં આવે છે કે ભગવદ્ ગીતામાં ભગવાને એવુ કહ્યુ છે કે જ્યારે જ્યારે ધરતી પર પાપ વધી જશે ત્યારે હુ અવતાર લઇને આવીશ, પાપ અને પાપીઓનો વિનાશ કરીશ.હુ કહુ આવા તે કેવા ભગવાન જે પાપ થતુ જોવે છે પણ રોકતા નથી કે રોકવાનો પ્રયત્ન પણ નથી કરતા. પાપ થતા જોયા કરે છે અને જ્યારે પરાકાષ્ઠા આવે ત્યારે એનો નાશ કરવા આવે છે અને સાથે સાથે નિર્દોષોને પણ એનો ભોગ બનવુ પડે છે.
આતો એવીજ વાત થઇ કે ડોક્ટર જાણે છે તમને કેન્સર છે પણ એ ઇલાજ ત્યારેજ કરશે જ્યારે એ છેલ્લા સ્ટેજ પર આવી જશે.