ભાઈઓ બંધુકધારી ને બહેનોને બુકાની બાંધવી પડે,
આ નથી સંસ્કૃતિ આપણી
સંતાનો માટે આયા ને વૃધ્ધો માટે ઘરડાઘર બાંધવા પડે,
આ નથી સંસ્કૃતિ આપણી
ધર્મના પાલન ખાતર જેહાદી બનાવવા પડે,
આ નથી સંસ્કૃતિ આપણી
હરીયાળી ભુમિ ખાતર લોહીયાળ જંગ ખેલવો પડે,
આ નથી સંસ્કૃતિ આપણી
પોતાના મત લેવા માટે અનામત મેળવવું પડે,
આ નથી સંસ્કૃતિ આપણી
સતાની ભુખ સંતોષવા ભૄષ્ટાચાર કરવો પડે,
આ નથી સંસ્કૃતિ આપણી
જગત બદલવા જગતમાં મારે બદલવું પડે,
આ છે સંસ્કૃતિ આપણી