સારી કલમ નહીં સરકલમ કરનાર પુજાશે,
શું હવે હંસલાની સભામાં બગલા પુજાશે?
કેળવણી નહીં કાવડયા આપનાર પુજાશે,
શું હવે હંસલાની સભામાં બગલા પુજાશે?
હરણ નહીં ચિરહરણ કરનાર પુજાશે,
શું હવે હંસલાની સભામાં બગલા પુજાશે?
રુપા નહીં રુપલલના પુજનાર પુજાશે,
શું હવે હંસલાની સભામાં બગલા પુજાશે?
મોભી નહીં માથાભારે બનનાર પુજાશે,
શું હવે હંસલાની સભામાં બગલા પુજાશે?
કૃષ્ણ નહીં કપટ કરનાર પુજાશે,
હે હરીહર શું કલિયુગમાં બગલા જ પુજાશે?