દિવસ તો વ્યસ્તતા મા ગયો.
આથમતો રવિ તમારી યાદ આપે છે.
ઘટાદાર વડલા તળે થતો જે મિત્ર કલરવ,
આજે વ્હોટસ એપમાં તો કયાં મઝા જ આવે છે.
પડતાં ખભા પર એનો હાથ થાતી હૈયામા હાસકર,
આજે સ્ટીકર ને સ્માઈલીમા કયાં એવો ભાસ આવે છે.
કથન માં થાતી વાત ને વળી પ્રેમ નો સંચાર,
ચેટસમાં કયાં જુઠાણા કાંઇ પાર આવે છે,
"હર્ષ" ને દુઃખ છે કારણ દૂર ના નજીક આવે છે.
ત્યાં જ નજીકના ક્યાંય ઓઝળ થઈ જાયે છે.