જનતા હંમેશા ફરિયાદ કરતી હોય છે કે સત્તા પર આવ્યા પછી વચનો પુરા થતા નથી.પણ શું એમની કંઈ જ ભુલ નથી.જ્યારે પાંચ વર્ષ પછી ફરી થી મત માગવા આવે છે ત્યારે જનતા એમના કામકાજ નું સરવૈયું કેમ નથી કાઢતી.કે એમના ધારાસભ્યો એ પાંચ વર્ષ માં એમના વિસ્તાર માં શું કર્યુ .જો આટલી જ તકેદારી રખાતી હોત ને તોય દેશ ના દરેક વિસ્તાર માં વિકાસ નજરે આવત.પણ ભણેલા ગણેલા નાગરિકો જ જ્યાં ધર્મ ,જાતિ અને પ્રાંત ના હિસાબ મત આપતી હોય ત્યાં વચન પુરા ના થયા એ બાબતે ફરિયાદો કરવા નો એમને હક જ નથી.