હજી પણ ત્યાં જ ઉભો છું ફરી એ જ સ્મિત લય ને,
કદાચ તુ પાછી આવીશ એ જ મન માં મીટ રાખું છું.
કરું છું યાદ ગોમતી નો પંખીડા તણો પ્રેમ કલરવ,
હાસ્ય વીના તારા આ ઘાટ સૂનકાર ભાસું છું.
ઘણાં સમયે કણસી ને મરેલું આ વિરહી જોડું,
ફરી મારવાના જુઠા વચનો આપી કેવું ખુશ રાખે છે.
"હર્ષ" નું હાસ્ય તો છીનવાય ગયું જ છે ત્યાં,
આજે તો એને પણ જમાના ને છેતરવા શોકતૂર સ્મિત રાખ્યું છે.