કૈં હૃદયમાં રણઝણે તો બેધડક
તું મારી પાસે આવજે,
ને કદી જો દિલ રડે તો બેધડક
*તું મારી પાસે આવજે.*
હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક
*તું મારી પાસે આવજે.*
તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક
*તું મારી પાસે આવજે.*
પ્રેમમાં જો કરગરું હું તો પ્રણયનો માર્ગ આ લાજે સખા,
માન એનું સાચવે તો બેધડક
*તું મારી પાસે આવજે.*
જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક
*તું મારી પાસે આવજે.