દીદી હું સાથે આવું તને મુકવા? એકલી જતા બીક તો નહીં લાગેને તને?...તુ રોડ સાઈડ ચાલમા હુ ત્યાં ચાલીશ, વાહનો વધું છે આજે,મારે તારું ધ્યાન રાખવું પડે ને...અરે કેટલું મોડું થઈ ગયુ છે દીદી અત્યારે થોડુ બહાર જવાય? અને જવું જ હોય તો હુ સાથે આવીશ. દસ વર્ષ નો ભાઈ પોતાની મોટી બેન ની આ રીતે કાળજી રાખે...એટલોજ વહાલ અને એટલીજ દરકાર જેટલી એક પરિપક્વ છોકરા મા હોય તેની બેન પ્રત્યે..એટલી નાની ઉંમરે કેવી રીતે શકય છે?.. મમ્મીએ બરાબર કહયું હતુ ભાઈ નાનો હોય કે મોટો પણ તેની બેન માટે એટલો જ લાગણીશીલ અને જવાબદાર હોય છે