"તમારે મોબાઈલ નથી લેવો ?"
"ના, નથી લેવો"
"ક્યાંરે લેશો ?"
"નક્કી નહીં કાઈ, આપણું જ્યારે નક્કી થાશે ત્યારે લઈ લઈશ."
"ના, અત્યારે લઈ લો, પછી હું તમારો વારો નહીં આવવા દઉં."
"ના, પણ તારી પાસે એક પણ ફોન નથી અને હું કેમ લઈ લઉં યાર ?"
"ના કિધું ને કે તમે લઈ લો."
"સારું ચાલ લઈ લવ છું."
(15 દિવસ પછી, નવો ફોન વેંચી દિધો.)
"કેમ વેંચ્યો ફોન ?"
"બસ એમ જ નથી ફાવતો મને એટલે."
(સાચુ કારણ તારે પાસે નથી એટલે હું કેમ રાખી શકું યાર?, તું જે સુખ નથી ભોગવી શકતી એનો પણ હું ત્યાગ કરું છું.)