આંખ્યું મીંચુ તો આજ મને લાગે કે
ઊંડા આતમ નો મને વ્હેમ છે
શ્વાસ આસપાસ , મારી રૂહ થઈ રખડતો
ને દેહ જડબેસલાક એમનેમ છે
આંખ્યું મીંચુ . . ... .
સાગરમાં તરફળે છે , માછલી જોને
કે એને સાગર પીવા ની , ધરી નેમ છે
આંખ્યું મીંચુ . . . . . .
પંખી ની પાંખ , શાને આંબે ન આભ !
એની ચાંચમાં , ક્ષિતિજ એમનેમ છે
આંખ્યું મીંચુ . . . . . .
આ શ્વાસ સુનમુન ને વિચાર તો ગયો !
અરે , મુજ પર મારો જ, આ કાં રહેમ છે ?
આંખ્યું મીંચુ . . . . . . .
શું આવ્યો બેઠો ને, એમનેમ વઇ ગયો ?
ન કરી વાતો , એવો, તારા પર ક્લેમ છે
કરી લે, કસો