જ્યારે તું પાસંઠની થઈશ અને હું સડસઠનો,
ત્યારે તો ઘરમાં 'વ્યાજ' પણ રમતુ હશે,
ત્યારે હું તને બધા વચ્ચે flirt તો નહી કરી શકું,
પણ હા, હું જ્યારે સવારે નવ વાગ્યે નીકળું,
ઘરેથી મંદીર જવા માટે, ત્યારે ઘરના landline પર,
બે રિંગ વગાડીશ, એટલે તુ નિકળજે ઘરેથી,
શાકભાજી લેવાના બહાને,
પછી મળશું આપણે મંદીર પાછળના બગીચામાં,
ત્યાં જ તારી સાથે પ્રેમની એકાદ-બે પળ માણી લઈશ તારી સાથે..
-ચિરાગ