મારી શ્વાસને તારી શ્વાસનો ઋણાનુબંધ,
અશ્રુઓને તારી પ્રતિક્ષાનો ઋણાનુબંધ
તારું હોવું અને મારું ભટકવું છે સતત,
આ લાગણીના સ્પંદનોને તારો ઋણાનુબંધ
શુષ્કતા, ખાલીપો, ઝંખના નિરંતર છે ,
મને જ મહાત કરતો તારો ઋણાનુબંધ
મૃત્યુ પછી આ જ કેફિયત રહેવાની "હિર"
પછી હશે ફૂલો અને આંસુનો ઋણાનુબંધ
હિર