આ મોબાઇલ
એમજ તંદુરસ્ત તગડો નથી થયો..
એણે ખુબજ ખાધુપીધુ છે....
કાંડાનુ ઘડિયાળ ખાઇ ગયો
ચીઠ્ઠી ચપાટી (પત્ર) ખાઇ ગયો
એણે રેડીયો ખાધો છે
ટેપ/રેકોર્ડર કેસેટ કેમેરા ચાવી નાખ્યા
અે ટોર્ચ લાઇટ ખાઇ ગયો
આ મોબાઇલ પુસ્તકો ખાઇ ગયો
એણે સેકડો માઇલની દૂરીયા પીધી છે
આ મોબાઇલે એકલતા પીધી છે
પડોશીની દોસ્તી
મેળ મિલાપ ખાધો
સમય નથી લોકો પાસે
એ લોકોનો સમય ખાઇ ગયો
એ ધન ખાય છે
એ સંબંધ ખાય છે
એ લોકોનુ તંદુરસ્તી ખાઇ રહ્યો છે
એ લોકોને રોગીષ્ટ બનાવી રહ્યો છે
આ મોબાઇલ એમજ
હટ્ટોકટ્ટો નથી થયો
એણે બહુજ ખાધુપીધુ છે....