આયુષ
એક શ્વાસ આવ્યો અને મા નું હાલરડું યાદ આવ્યું, બીજા શ્વાસે તો આખું બાળપણ વીતી ગયું, ત્રીજા શ્વાસે મિત્રોની મસ્તી-ઝગડાઓ યાદ આવ્યા, ચોથા શ્વાસે સાત ફેરા લેતી અર્ધાંગિની યાદ આવી અને પાંચમા શ્વાસે તો રાહુલની કિલકારીઓ ગુંજવા લાગી...
રસ્તા પર લોહી-લુહાણ સ્થિતિમાં પડેલા આયુષની આંખો ખોલ-બંધ થઈ રહી હતી અને તેનો અતીત મંદ થતા તેના શ્વાસે-શ્વાસે જીવંત થઈ રહ્યો હતો.
માધવી આશરા