વસંત
કેસૂડાને રંગે કેસર બની સમીસાંજ,
ગુલાબી ઠંડીએ જમાવ્યો પીળીઘટામાં પીળો રંગ.
વસંતે વસંત બનવા આંગણે ઊભી આજ વસંત,
પ્રિયતમાના રિસામણા-મનામણાં ચાલ્યા હવે વસંત.
આભનો સૂર્ય તપશે હવે, આંબે ચડશે મોર,
આવોને હવે અમ આંગણે લઈને રૂડી જાન.
સજાવી રાખ્યા અમે મહેંદીનાં કેસરી રંગ હાથમાં,
રંગોમાં શોધો હવે તમારા નામ વાલમા
વળતી વેળાએ જોશો તમે વળી-વળી સાનમાં,
હૈયું પકડી બેઠી ‘માધવી’, શ્વાસ બન્યા તેજ ઘૂંઘટમાં.
માધવી આશરા