હે પ્રભુજી મારા જીવનની લાજ રાખી છે. તો મરણ ની પણ રાખીદે.
જેવી તે કાલ રાખી તી, એવી આજ રાખી દે.
નથી કરી ફરીયાદ મે, કે મારી કિસ્મત બનાવી દે.
મારી બરબાદી ની હવે, કોઈ હદ તો બતાવી દે.
હે પ્રભુજી મારે તને જોવો છે,પણ તારે દેખાવુ નથી.
તું એમ વર્તે છે કે આ દુનિયામા તું નથી.
મારી પ્રીતનો આવો અનાદર. ..
હું કયા સુધી સાંખી લઉ.
માટે આજ કરીલે ફેંસલો, કાં હું નથી કાં તું નથી.
તફાવત છે આટલો, મારી અને તમારી મહેફિલ માં,
તમે દિપકને બાળો છો,હું મારુ દીલ જલાવુ છું. -જયભૂતનાથ