કલમ સાથે હોવા છતાં કઈ રીતે કહી શકો કે એકલો છું ?
શબ્દભંડારમાં ખોવાઈ ને હું જ પોતાને શોધું છું !
ટેવ પડી ગઈ છે સંગાથની બાકી હું પોતાનામાં જ રહેલો છું,
ભલેને ઠોપર હોઈ પણ યાદ છે સાહિત્યની ગાડીમાં બેઠો છું,
અમસ્તાં સાંત્વન આપશો જ ન કે હું આપના વાક્યો જાણું છું,
એ શબ્દો કયાં ખોવાઈ ગયા ?કહે 'ઔદેસી' તેમનો અભાવ માણું છું !
એટલે જ તો હું આજકાલ અવનવાં પુસ્તકોથી ઘેરાયેલો રહું છું.