ઉભરો થાલવવો છે,ઠાલવવાનું પાત્ર છે જ કયાં ?
તોફાન મચ્યું છે હૈયામાં,પણ સમાય છે જ કયાં ?
સાંત્વના આપે એવાં,સ્વજનો છે જ કયાં ?
મિત્રો છે ઘણાં,પણ સાંભળે છે જ કયાં ?
જોઈએ છે કો'ક અંગત એવાં,મળે છે જ કયાં ?
ઉદાસીમાં હસાવે એવાં,જડે છે જ કયાં ?
ભરોસો જોઈએ છે,પણ કો'ક આપે છે જ કયાં ?
ક્રોધ એટલો આવે છે,પણ હું કરું છું જ કયાં ?
તલવાર ઉઠાવું છું,પણ હાથ ઉપડે છે જ કયાં ?
વ્યથા સાંભળે-પૂછે એવાં,'ઔદેસી' છે જ કયાં ?
શું કરું ? શું ન કરું ? એવું,કો'ક સમજાવે છે જ કયાં ?