*"જા, નહીં બોલું.."*
જા નથી કહેવું તને કશું હવે,
દૂર રહી જોયા કરીશ.
મનમંદિરમાં સ્થાપી પૂજયા કરીશ
હ્રદયાસને તું ને તું જ હોઈશ..
પણ , હવે નહીં ......
નહીં જ ..
પ્રેમ કર્યો છે તને , કરતી રહીશ સદા સદા જન્મોજન્મ.
પ્રતિક્ષા કરું છું કરતી રહીશ..
હવે તારે દ્વારે નહીં આવું ..
નહીં આવું ..
નહીં જ આવું જા..
તારી અંચાઈની આદત હંમેશાની
સત્ય તારું હંમેશા ઘર્મને રક્ષતું
તો પણ ...કહું તને એટલું
હા !તું મારો ઈશ્વર
સદા ચાહયો તને ..
પૂજા કરી..
અને સર્વસ્વ તને અર્પણ કર્યુ
સર્વ હકકો તને અર્પણ કર્યા..
હા ! આ અવગણ