બાળપણ ફરી ન આવશે કદી,
માંની લોરી ફરી ન સંભળાશે કદી,
શેરી માં કીકીયારીઓ ન સંભળાશે કદી,
ગીલી ડંડા ફરી ન રમાશે કદી,
બાળપણ ફરી ન આવશે કદી, ________
ઝઘડા,તકરાર ન થશે કદી,
આંબલી પર ન ચડાશે કદી,
આંબા પરથી કેરી ન તોડાશે કદી,
વાડીથી ફરીયાદ ન આવશે કદી,
સખા ફરી ન મળશે કદી,
માતા મીઠા ઠપકા ન આપશે કદી,
બાળપણ ફરી ન આવશે કદી, __________
રંગ હોળીના માનસ પરથી ન જશે કદી,
દિવાળીની રોનક ન આવશે કદી,
પતંગો પકડવા ન જવાશે કદી,
પનિહારી ની મટકી ન ફોડાશે કદી,
બાળપણ ફરી ન આવશે કદી, __________
સંસ્મરણો ન ભૂલાશે કદી,
માનસપટ