જીંદગી નો કાઈ ભરોસો નહી
ગમે ત્યારે હાથતાળી દઇ જાય,
જાણે હસતુ ફુલ અચાનક જ,
કરમાય ને ખરી (2)જાય,
કોઈ લાગવગ ત્યાં ચાલે નહી,
ગમે તેને (2)લઇ જાય,
અમીર ,ગરીબ, ચોર , શાહુકાર,
એના માટે બધા જ સરખા,
કેસ તારીખની વાત જ નહીં,
સીધો ઈન્સાફ(2)જ થઇ જાય,
જે મેળવ્યું,જે ખોવ્યુ,જે લણ્યુ,
એની આગળ બધું જ ભૂત થઇ જાય,
કેટલી ગાડીઓ છે, બંગલો છે,
સોનું ,ચાંદી,હીરા, મોતી (2)ની,
એની આગળ કોઈ વાત જ નહી,
બધું જ અહીં નુ અહીં જ રહી જાય,
'માહીર'
ચેતન પરીખ