*મજા કંઈક ઔર છે*
કોઈના આંસુ લૂછવાની
*મજા કંઈક ઔર છે,*
બા ને ઓછું સંભળાય છે,
પણ કેમછો પૂછવાની
*મજા કંઈક ઔર છે.*
ભલે પડખા ફેરવી ને સુતા હોઇએ વ્યવસ્થિત ઝગડા પછી,
અડધી રાતે ઉઠીને ચાદર ઓઢાડવાની
*મજા કંઈક ઔર છે.*
હા , વઢસે હજી ને ગુસ્સો પણ કરશે અને કંઈ બોલી પણ નહીં શકો,
પરંતુ કોઈને મનાવાની ઉંમરે પિતાથી રીસાવાની
*મજા કંઈક ઔર છે.*
બાકી ભલે ભડભાદર થઇ ફરતા હો આખા ગામમાં,
ક્યારેક ભાંગી પડો તો માંના ખોળામાં ડુસકા સાથે રડવાની
*મજા કંઈક ઔર છે.*