સમજણ આવી ગયા પછી આવુ કરવાના ઘણા કારણો હોય છે જેમ કે 1) ઇગો 2) કોઇપણ પરિસ્થિતિથી મોઢુ ફેરવી લેવાની વૃત્તિ 3) જવાબદારીમાંથી છટકવુ
દાખલા તરીકે: કોઇ આપણુ આપણે છોડીને જાય તો દોષ કોનો?
આપણે એનુ સન્માન ના જાળવતા હોઇએ, એનો તિરસ્કાર કરતા હોઇએ, એનુ શોષણ કરતા હોઇએ, એને આપણા કરતા નીચલી કક્ષાના ગણતા હોઇએ.
બોલો હવે વાંક કોનો?
આપણોજ વાંક કહેવાય. આપણા આવા તિરસ્કારનો જે લાભ ઉઠાવે એને દોષ દેવો ભૂલભરેલુ છે એ અપરીપક્વતાની નિશાની છે.