અંતરનું ધયાન ધરજો મલે જો નવરાશ, વહાલાને વહાલ કરજો મલે જો નવરાશ. ભીલડી પાસે તો હોય છે ચાખેલા બોર, ઉતાવલે પરયાણ કરજો મલે જો વનવાસ. જગત આખું અટવાયું છે સંબંધની સાપસીડીમાં, દિલને ખુલું રાખજો મલે જો અહેસાસ. જીંદગી આખી જશે રોટી રડવામાં, હસતે મુખે રાખજો મલે જો ઉપવાસ. હાર ને જીત તો છે જીવનની બે બાજુ, હારેલાને હામ આપજો મલે જો નિરાશ.